પાણીને સુકવવાની કોઈ રીત નીકળે,
આંસૂ ખાલી કરું પછી સ્મિત નીકળે.
તારી ને મારી વચ્ચે છે એક બંધ બારી,
ખોલવા જો જાઉ અને એક ભીંત નીકળે.
અબોલા તમે કેવા સજ્જડ રાખ્યા છે?
લ્યો હું હાર્યો, હવે તમારી જીત નીકળે.
વર્ષોનાં તિરસ્કારથી પરેશાન છું,
તમારી નજરથી એક ક્ષણ પ્રીત નીકળે.
'અનહદ' દર્દભરી ગઝલો હવે રહેવા દે,
તારી કલમથી કોઈ પ્યાર ભર્યું ગીત નીકળે.
અનહદ અમદાવાદી (જયેશ પુરોહિત)
આંસૂ ખાલી કરું પછી સ્મિત નીકળે.
તારી ને મારી વચ્ચે છે એક બંધ બારી,
ખોલવા જો જાઉ અને એક ભીંત નીકળે.
અબોલા તમે કેવા સજ્જડ રાખ્યા છે?
લ્યો હું હાર્યો, હવે તમારી જીત નીકળે.
વર્ષોનાં તિરસ્કારથી પરેશાન છું,
તમારી નજરથી એક ક્ષણ પ્રીત નીકળે.
'અનહદ' દર્દભરી ગઝલો હવે રહેવા દે,
તારી કલમથી કોઈ પ્યાર ભર્યું ગીત નીકળે.
અનહદ અમદાવાદી (જયેશ પુરોહિત)
Nice one...
Nice one...
Nice one...